આમોદ નગરપાલિકાની ચૂંટણીના ઉપલક્ષમાં આજ રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયાની મહત્વપૂર્ણ તૈયારીના ભાગરૂપે ઉમેદવારો સમક્ષ ઇવીએમ મશીનનું નિર્દશન કરવામાં આવ્યું હતું.આમોદના ચૂંટણી અધિકારી અને નાયબ ખેતી નિયામક ભરૂચ પી.એસ.રાંક તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ડૉ.મયુર વરીયા દ્વારા ઈવીએમ (EVM) મશીનના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઉમેદવારોને મતદાન પ્રક્રિયા કેવી રીતે કરવી, ઈવીએમ મશીનમાં મત કેવી રીતે નોંધવો તેમજ નોટા બટન વિશે સમજ આપવામાં આવી હતી.ઇવીએમ મશીનના પ્રેઝન્ટેશન સમયે રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ઇવીએમ અંગે માહિતી મેળવી હતી.ઉમેદવારો દ્વારા પણ વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે અંગે મદદનીશ ચૂંટણી અધિકારી ઉમેદવારોને સંતોષકારક માહિતી આપવામાં આવી હતી.

Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023