Geo Gujarat News

પાંચ રાજ્યની ચૂંટણીમાં ભાજપની ત્રિપંખી લહેર: બંગાળ, આસામ અને પુડુચેરીમાં જંગી બહુમતી; આમોદના તિલક મેદાન ખાતે ફટાકડા-મીઠાઈ સાથે ઐતિહાસિક જીતની ઉજવણી

બંગાળ-આસામ-પુડુચેરીની જીત બાદ આમોદના તિલક મેદાનમાં વિજયોત્સવ: ‘2047ના સપનાની ચાવી જનતાના વિશ્વાસમાં’ – ધારાસભ્ય ડી.કે. સ્વામી; બિરસા મુન્ડાને શ્રદ્ધાંજલિ સાથે શરૂ થયેલી ઉજવણીમાં કાર્યકરોના જુસ્સાએ સ્થાનિક રાજકારણને આપ્યો સંકેત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી ત્રણમાં ભાજપની જીત બાદ આમોદના તિલક મેદાન ખાતે ધામધૂમથી વિજયોત્સવ ઉજવાયો.જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી (ડી.કે. સ્વામી)ની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ફટાકડા અને ‘ભાજપ વાળા જીત ગયા’ના નારાથી માહોલ ગરમાયો. ઉજવણીની શરૂઆતમાં જ ધારાસભ્યશ્રી અને હોદ્દેદારોએ ક્રાંતિવીર બિરસા મુન્ડાની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપી, જેથી વિજયને શહીદો સાથે જોડવામાં આવ્યો.કાર્યકરોને સંબોધતા ધારાસભ્ય સ્વામીએ પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીની જનતાનો આભાર માન્યો અને આ જીતને ‘મોદી સરકારના સુશાસન પર જનતાની મહોર’ ગણાવી. તેમણે બંગાળની ધરતી સાથે જોડાયેલા શ્યામાપ્રસાદ મુખર્જી, સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરી ભાવુક શ્રદ્ધાંજલિ આપી. આ સાથે તેમણે દાવો કર્યો કે, “2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું જનતાના વિશ્વાસથી સાકાર થશે અને આગામી દિવસોમાં આમોદમાં વિકાસની ગંગા વહેશે.”તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, શહેર પ્રમુખ બબુ મોદી, જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિએ તિલક મેદાનને ‘જીતેંગે ભાઈ જીતેંગે’ના નાદથી ગજાવી દીધું.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.