Geo Gujarat News

બચ્ચો કા ઘર શાળાના સાકિબ બરાફવાલાનો દમદાર દેખાવ: 520 ગુણ સાથે શાળામાં બીજો નંબર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આમોદની ‘બચ્ચો કા ઘર’ શાળાનો તેજસ્વી વિદ્યાર્થી સાકિબ યુનુસ બારફવાલાએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરીને પરિવાર અને શહેરનું નામ રોશન કર્યું છે. તેણે શાળામાં દ્વિતીય (બીજો) નંબર પ્રાપ્ત કર્યો છે.સાકિબે કુલ 600માંથી 520 ગુણ મેળવીને A2 ઓવરઓલ ગ્રેડ સાથે સફળતા હાંસલ કરી છે. સાથે જ તેનો પર્સન્ટાઇલ રૅન્ક 91.80 રહ્યો છે અને તેની ટકાવારી 86.87% નોંધાઈ છે. આ તેની સતત મહેનત અને પ્રતિબદ્ધતાનો સ્પષ્ટ પુરાવો છે.

વિષયવાર તેના નોંધપાત્ર ગુણ નીચે મુજબ છે:તમામ વિષયોમાં સંતુલિત અને મજબૂત દેખાવ કરીને સાકિબે પોતાની સર્વાંગી પ્રતિભાનો પરિચય આપ્યો છે.શાળાકીય મૂલ્યાંકનના વિષયોમાં પણ તેણે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. યોગ અને શારીરિક શિક્ષણ (પ્રાયોગિક)માં A1 ગ્રેડ અને શાસ્ત્રીય ભાગમાં B1 ગ્રેડ મેળવીને તેણે શૈક્ષણિક સાથે શારીરિક ક્ષેત્રમાં પણ પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે. સાકિબની આ સિદ્ધિથી પરિવાર અને શાળા બંનેમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

સાકિબ યુનુસ બરાફવાલાના પિતા રિક્ષા ચલાવે છે. મુશ્કેલ સંજોગોમાં પણ આ યુવાને હાર ન માની. પર્શિયનમાં 95, મેથ્સમાં 92, સાયન્સમાં 88 – આ નંબર જાણે દરેક સંઘર્ષને સલામ કરતા હોય તેવા છે. આ ખતરનાક પ્રદર્શને સાબિત કર્યું કે પૈસા નહીં, પણ મહેનત મોટી હોય છે.પરિવારજનોએ જણાવ્યું કે, “તેની મહેનત અને લગનનું આ સુંદર પરિણામ છે.” આવી સિદ્ધિ હાંસલ કરીને સાકિબે સાબિત કર્યું છે કે સંકલ્પ અને મહેનત હોય તો કોઈપણ લક્ષ્ય મુશ્કેલ નથી. તેની આ સફળતા ભવિષ્યના ઉચ્ચ અભ્યાસ માટે મજબૂત પાયો સાબિત થશે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.