આમોદ, તા. 6 મે (બુધવાર): ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10ના પરિણામમાં આમોદની ‘બચ્ચો કા ઘર’ શાળાએ ઉત્સાહજનક દેખાવ કર્યો છે. શાળામાંથી કુલ 71 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા, જેમાંથી 56 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં શાળાનું પરિણામ આશરે 80% નોંધાયું. ખાસ બાબત એ રહી કે શાળાની દીકરીઓએ ટોચના ત્રણેય સ્થાન પર કબજો જમાવી શાળાનું ગૌરવ વધાર્યું.
શાળાની વિદ્યાર્થીની ફિઝા સુફિયાન મહમદ પટેલે 600માંથી 545 ગુણ મેળવી A1 ઓવરઓલ ગ્રેડ અને 96.06 પર્સન્ટાઈલ રેન્ક સાથે સર્વોચ્ચ(પ્રથમ) સ્થાન મેળવ્યું.અને તેની ટકાવારી 90.83 નોંધાઈ છે. તેણીએ વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણનો શાનદાર સ્કોર કર્યો. પર્શિયનમાં 98, સામાજિક વિજ્ઞાનમાં 94 અને ગણિતમાં 93 ગુણ મેળવી તેણીએ સર્વાંગી પ્રતિભા દાખવી.
સાકિબ યુનુસ બારફવાલાએ 600માંથી 520 ગુણ (91.80 પર્સન્ટાઈલ) સાથે A2 ગ્રેડ હાંસલ કરી દ્રિતીય સ્થાન મેળવ્યું. જેની ટકાવારી 86.67 નોંધાઈ છે.રિક્ષા ચાલક પિતાના પુત્ર સાકિબે વિજ્ઞાન-ગણિતમાં A2 સહિત તમામ વિષયોમાં સંતુલિત દેખાવ કરી સાબિત કર્યું કે સંઘર્ષ સામે મહેનત જીતે છે.
સુરતની વતની હુસ્નાબાનો મોહમ્મદઇમરાન ગરાણાએ ઘર છોડી શાળાના છાત્રાલયમાં રહી અભ્યાસ કરી 600માંથી 497 ગુણ (87.23 પર્સન્ટાઈલ) સાથે A2 ગ્રેડ હાંસલ કરી તૃતીય સ્થાન મેળવ્યો.અને તેની ટકાવારી 82.83 નોંધાઈ છે.તેણીએ વિજ્ઞાન અને પર્શિયનમાં A1 ગ્રેડ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. ત્રણેય વિદ્યાર્થીઓએ શાળાકીય મૂલ્યાંકનના યોગ અને શારીરિક શિક્ષણમાં પણ ઉત્તમ ગ્રેડ મેળવ્યા.
શાળાના સંચાલકોએ જણાવ્યું, “ફિઝા, સાકિબ અને હુસ્નાબાનુની સિદ્ધિ સાબિત કરે છે કે સમર્પણ અને સાચી મહેનત સામે સંજોગો ક્યારેય અવરોધ નથી બનતા.” આ પરિણામથી સમગ્ર શાળા પરિવારમાં ઉત્સાહનો માહોલ છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023