Geo Gujarat News

વાગરા: સરદાર પટેલના સન્માનમાં વીડિયો બનાવતા દીપક પટેલની પોલીસ દ્વારા અટકાયત, જાગૃતિ ફેલાવવાનો હેતુ હોવાનું નિવેદન

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માન અને સમાજની લાગણીઓને વાચા આપવા માટે જાગૃતિલક્ષી વીડિયો બનાવનાર આમ આદમી પાર્ટીના ભરુચ જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલની આજે સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. દીપક પટેલને પોલીસ દ્વારા અટકાવીને પોલીસ સ્ટેશન ખાતે બેસાડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા દીપક પટેલે જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિગત વિરોધ કરવાનો નથી, પરંતુ સમાજમાં એકતા અને જાગૃતિ લાવવાનો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે લોકશાહીમાં દરેક નાગરિકને પોતાના વિચારો અને લાગણીઓ શાંતિપૂર્ણ રીતે વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સરદાર પટેલ દેશની એકતા અને સ્વાભિમાનના પ્રતિક છે, તેથી તેમની સાથે જોડાયેલી સમાજની લાગણીઓનું સન્માન થવું અનિવાર્ય છે. પોલીસની કાર્યવાહી છતાં દીપક પટેલે મક્કમતા દર્શાવતા સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ભવિષ્યમાં પણ સમાજના પ્રશ્નો અને જનહિતની લાગણીઓને હંમેશા લોકશાહી ઢબે અને શાંતિપૂર્ણ માર્ગે રજૂ કરતા રહેશે. આ ઘટનાએ હાલમાં સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયા પર અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.