Geo Gujarat News

વાગરાની 104 બહેનો માટે આત્મનિર્ભરતાની નવી શરૂઆત, સન ફાર્માએ આપી સિલાઈ મશીન અને બ્યુટી પાર્લર કીટ..

વાગરા તાલુકાના દહેજ વિસ્તાર હેઠળ આવેલ સુવા ગામે મહિલા સશક્તિકરણને નવી દિશા આપતો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. દહેજ સ્થિત સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિધ ગામોની 104 બહેનોને તાલીમ પૂર્ણ કર્યા બાદ પ્રમાણપત્ર સાથે સિલાઈ મશીન અને બ્યુટી પાર્લર કીટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બહેનોના ચહેરા પર આત્મવિશ્વાસ અને નવા સપનાઓની ઝળહળાટી સ્પષ્ટ જોવા મળી હતી. કંપનીના સીએસઆર ઉપક્રમ અંતર્ગત સુવા, કલાદરા, જોલવા, રહિયાદ અને નદેરા ગામોની બહેનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી હતી. જેમાં 90 દિવસનો આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ તેમજ સ્વરોજગાર આધારિત સિલાઈ તાલીમ કોર્ષ ચલાવવામાં આવ્યો હતો. તાલીમ દરમિયાન બહેનોને વ્યવસાયિક કૌશલ્ય સાથે આત્મનિર્ભર જીવન જીવવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત કંપનીના સાઇટ હેડ ભોજુસીંગ ગીરાસેએ જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર બને ત્યારે માત્ર પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજ પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે. કંપની આગામી સમયમાં પણ મહિલાઓના વિકાસ અને રોજગાર માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે એચ.આર. હેડ બલજીત શાહએ બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આજની નારી ઘર, બાળકો અને કારકિર્દી ત્રણેય જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવવા સક્ષમ બની છે. મહિલાઓમાં રહેલી શક્તિ અને આત્મવિશ્વાસને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે.કાર્યક્રમમાં ક્વોલિટી હેડ રવિ નારાયણ, એન્જિનિયરિંગ હેડ નરેન્દ્ર ઉપાધ્યાય, સીએસઆર લીડ સેજાદ બેલીમ તેમજ સાઇટ એચ.આર. કુંદન ગુપ્તા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પહેલ માત્ર તાલીમ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ ગ્રામ્ય મહિલાઓને આત્મવિશ્વાસ, સ્વરોજગાર અને સશક્ત ભવિષ્ય તરફ દોરી જતી એક નવી શરૂઆત બની રહી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!