આમોદ તાલુકામાં બુવા ગામથી બોડકા ગામ સુધી ચાલી રહેલા સી.સી. રોડના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરવા માટે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન આમોદ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ તેમની સાથે હાજર રહ્યા હતા. ધારાસભ્યએ માર્ગ નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કરી કામની ગુણવત્તા અને પ્રગતિ અંગે માહિતી મેળવી હતી.
તેમણે સંબંધિત કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓને માર્ગ નિર્માણનું કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કામગીરીમાં ગુણવત્તાના ધોરણો જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. સ્થળ મુલાકાત દરમિયાન વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવાની સાથે ગ્રામજનોને સારી અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રોડનું કામ ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થતાં બુવા અને બોડકા સહિત આસપાસના વિસ્તારના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023