વાગરા તાલુકામાં વાગરા-સારણ માર્ગ ઉપર એક ટેન્કર પલટી જવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાગરાથી અંદાજે 2 કિલોમીટરના અંતરે આવેલ ટર્નિંગ પાસે ટેન્કર ચાલકે અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે થોડા સમય માટે માર્ગ ઉપર વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ગંભીર ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. સમયસર મદદ મળી જતાં અને અન્ય કોઈ વાહન અકસ્માતની ઝપેટમાં ન આવતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com