Geo Gujarat News

માંગરોળ-મછાસરા માર્ગ પર ટ્રેક્ટર ખાડામાં પલટાયું: દેણવાના બે લોકો ગંભીર રીતે ઘાયલ, 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા

આમોદ તાલુકાના માંગરોળ અને મછાસરા ગામને જોડતા માર્ગ પર આજે ગંભીર અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. મળતી માહિતી મુજબ, માંગરોળ-મછાસરા માર્ગ પર પસાર થઈ રહેલું એક ટ્રેક્ટર માંગરોળ અને મછાસરાની વચ્ચે આવેલા મુખ્ય માર્ગ પર અચાનક કાબૂ ગુમાવતા રોડની બાજુના  ખાડામાં પલટી મારી ગયું.ટ્રેક્ટર પલટાતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ અકસ્માતમાં દેણવા ગામના જગદીશ વસાવા અને રાધાબેન પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા ઇમરજન્સી મેડિકલ ટીમ થોડી જ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.108ની ટીમે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે આમોદ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બંનેને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જોકે હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.