Geo Gujarat News

આમોદના ઉમેશ પંડ્યાનું ગાંધીનગર ખાતે સન્માન, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજે વ્યક્ત કર્યો ગૌરવ

આમોદ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યાનું ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ગાંધીનગર ઘટક દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત સ્નેહમિલન અને સન્માન સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર આગેવાનો અને પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉમેશ પંડ્યાની સેવાઓ અને કાર્યશૈલીને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ ઉમેશ પંડ્યાને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે તેમની જાહેર જીવનમાં કરેલી કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને આગેવાન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન મળતા ઉમેશ પંડ્યાએ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજનો આભાર વ્યક્ત કરી સમાજના વિકાસ અને જનસેવાના કાર્યોમાં સતત યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!