Geo Gujarat News

મોહરમ પર્વ નિમિત્તે આમોદ પોલીસનો ફ્લેગ માર્ચ: કાયદો-વ્યવસ્થા અને સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત, PI રાજેન્દ્ર કરમટીયાએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ

આમોદ: મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી આમોદ પોલીસ દ્વારા આજે શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટીયાના નેતૃત્વ હેઠળ પોલીસ જવાનોની ટુકડીએ શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પગપાળા અને વાહન મારફતે પેટ્રોલિંગ કરીને સુરક્ષાનું પ્રદર્શન કર્યું હતું.ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા નાગરિકોને શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ, કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પોલીસની આ સક્રિય કામગીરીથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની હતી અને સ્થાનિક લોકોએ પોલીસના આ પગલાને આવકાર્યું હતું.પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટીયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે,મોહરમ દરમિયાન તમામ ધાર્મિક કાર્યક્રમો નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે આમોદ પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ અને સતર્ક છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!