ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આમોદ પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરી, વહીવટી વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયા સાથે વિવિધ વહીવટી તેમજ કાયદાકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
એસપીએ ગુનાઓની તપાસની પ્રક્રિયા, કેસોની પ્રગતિ, પોલીસ રેકોર્ડની જાળવણી અને કાયદો-વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત પોલીસ જવાનો, જી.આર.ડી. જવાનો, મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ તમામ બીટ સ્ટાફ સાથે બેઠક યોજી તેમની કામગીરી અંગે ચર્ચા કરી આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, શિસ્તબદ્ધ કામગીરી અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવા માટે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
પીઆઈ આર.બી. કરમટિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનમાં જળવાયેલી સુવ્યવસ્થિત કામગીરી અને શિસ્તની એસપીએ નોંધ લીધી હતી. આ વાર્ષિક ઇન્સ્પેક્શનથી આમોદ પોલીસ સ્ટેશનની કાર્યક્ષમતા અને જનવિશ્વાસમાં વધુ વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023