વાગરા બસ ડેપોના અંદરના ભાગમાં રાખવામાં આવેલી અંદાજે 30 હજારની કિંમતની ભૂરા રંગની પટરાની કેબિનની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અજાણ્યા તસ્કરો કેબિનની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કેબિનના માલિકે વાગરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 18 એપ્રિલ 2026ના બપોરે 12:30 વાગ્યાથી 5 જુલાઈ 2026ના સવારે 10:00 વાગ્યા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સોએ બસ ડેપોના અંદરના ભાગમાં રાખેલી કેબિનની ચોરીને અંજામ આપ્યો હતો. ફરિયાદના આધારે વાગરા પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની ઝડપી કાર્યવાહી અને તપાસના પરિણામે ગણતરીના સમયમાં જ ચોરાયેલી કેબિન શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે, ચોરીમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com