વાગરા તાલુકાના વીંછીયાદ ગામે આવેલી હજરત મહંમદ સઈદ ઉર્ફે ગાંડા બાવાની દરગાહ ખાતે છઠ્ઠા ઉર્સની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.ઉર્સ નિમિત્તે વીંછીયાદ, કોલવણા,વડોદરા,ડભોઇ સહિત આસપાસના તેમજ દૂરદૂરના ગામોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો અને સાદાતે કિરામ ઉપસ્થિત રહ્યા હતા.
વીંછીયાદ ગામના કબ્રસ્તાનમાં આવેલી ગાંડા બાવાની દરગાહે દર વર્ષે યોજાતા ઉર્સમાં આ વર્ષે પણ શ્રદ્ધાળુઓનો ભારે જનમેદની જોવા મળી હતી. કોલવણા ગામે મહંમદ ગડીમલના ખેતરેથી સંદલનું ઝુલુસ નીકળ્યુ હતુ. દરગાહે પહોંચ્યા બાદ કર્ણાટકના ગુલબર્ગા શરીફથી ખાસ પધારેલા ગાંડા બાવાના પીરો મુર્શદ હજરત હસનશાહ કાદરી ઉર્ફે બચુ બાવાના પૌત્રા સૈયદ આમીર બાવાની સદારતમાં સંદલ ચઢાવવાની રસમ સંપન્ન કરવામાં આવી હતી.
આ પ્રસંગે જોન્ટી બાવા, સોયબ બાવા, ગાદીનશીન તોકીર બાવા, મુશિર બાવા, હુસેન બાવા, ઇકબાલ ઉર્ફે મુન્ના બાવા આમોદવાલા, સાજીદ બાવા સહિત અનેક સૈયદ સાદાતોએ હાજરી આપી હતી. ઉર્સ દરમિયાન વડોદરાના નાસીરભાઈ પઠાણ દ્વારા દિવસભર બટાકા પુરીની ન્યાઝનું સતત વિતરણ કરવામાં આવ્યુ હતુ.
સાંજના સમયે ઉપસ્થિત અકીદતમંદોમાં ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી.સેંકડો શ્રદ્ધાળુઓએ દરગાહે હાજરી આપી દુઆઓ માંગી અને ગાંડા બાવા પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા વ્યક્ત કરી હતી. ઉર્સના સફળ આયોજન માટે વીંછીયાદ અને કોલવણા ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com