આમોદ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે આમોદ તાલુકા વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓએ આપત્તિ આવે તે પહેલાં જ સક્રિય બનીને યુદ્ધના ધોરણે આગોતરા પગલાં શરૂ કરી દીધા છે. આમોદના ધારાસભ્ય ડી. કે. સ્વામી અને મામલતદાર ડૉ. મયુર વડીયાના નેતૃત્વ હેઠળની ટીમે વડીયા અને રાણીપુરા સહિતના ઢાઢર નદીકાંઠાના સંવેદનશીલ ગામડાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉપરવાસના વરસાદને કારણે ભવિષ્યમાં સર્જાઈ શકતી પૂરની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો અને પૂરતી તકેદારી રાખવા અનુરોધ કરાયો હતો.
આ મુલાકાત દરમિયાન નાગરિકોની સલામતીને સર્વોપરી રાખીને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા, પાણી ભરાયેલા માર્ગો પર અવરજવર ટાળવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ તમામ સરકારી વિભાગો ૨૪ કલાક સ્ટેન્ડ-બાય મોડ પર કામ કરી રહ્યા છે. આફત આવ્યા બાદ દોડધામ કરવાને બદલે અગાઉથી જ પ્રજાની વચ્ચે પહોંચીને કરાયેલા આ સમયસૂચક પ્રી-ડિઝાસ્ટર આયોજનથી વહીવટી તંત્રની સજ્જતા સ્પષ્ટપણે ઉજાગર થઈ છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023