જંબુસર તાલુકાના કાવી ગામે મોટા ચકલા વિસ્તારમાં આવેલી માલજીવાલા ખડકીમાં ગંભીર દુર્ઘટના સર્જાતા માંડ માંડ બચી ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા યુસુફ હાસીમ માલજીવાલાના માલિકીના મકાનનો એક મોટો ભાગ અને દીવાલ અચાનક ધસી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. હાલ આ મકાનમાં કોઈ રહેતું ન હતું, પરંતુ તેનો ઉપયોગ ઘરવખરીનો સામાન તેમજ ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરવા માટે થતો હતો. અકસ્માતના આ બનાવમાં મકાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવી ઘરમાલિક સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. સદનસીબે ઘટના સમયે મકાનમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે આસપાસના રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com