Skip to main content

Geo Gujarat News

આમોદના મછાસરા ગામમાં વરસાદી પાણીનો કહેર, તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગ જળબંબાકાર, ગ્રામજનોમાં ચિંતા..

આમોદ તાલુકાના મછાસરા ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ગામનું તળાવ છલકાઈ જતાં વરસાદી પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યાં છે, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહનવ્યવહાર પર અસર પહોંચી છે. મછાસરા ગામના નવીનગરી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોના ઉંબરા સુધી પહોંચી જતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અનેક શેરીઓમાં પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદી પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી શકે તેવી ભીતિ વચ્ચે ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ જરૂરી રાહત કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. હાલમાં સમગ્ર ગામની સ્થિતિ પર સ્થાનિક તંત્ર નજર રાખી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!