Skip to main content

Geo Gujarat News

વાગરાના વસ્તી ખંડાલીમાં વરસાદી પાણીનો કહેર, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 14 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર..

વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને નવીનગરી અને ગણપતપુરા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. અધિકારીઓની દેખરેખ હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અંદાજે 14 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાનિ ન થાય.નવીનગરી અને ગણપતપુરા વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાઓ સહિતના પરિવારોને તેમના ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને નજીકના આંગણવાડી કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને જરૂરી સુવિધાઓ અને પ્રાથમિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હાલ વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂર પડ્યે વધુ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તંત્ર સજ્જ હોવાનું જાણવા મળ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!