Skip to main content

Geo Gujarat News

આમોદ-જંબુસર માર્ગ પર બે કાંઠે વહેતી ઢાઢર નદીના અદભુત દ્રશ્યો, ખેડૂતોમાં ખુશી તો નીચાણવાસીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા!

ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરને જોડતી ધધર નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદના પગલે નદી બે કાંઠે વહેતી બનતા સમગ્ર વિસ્તારનું દૃશ્ય મનમોહક બની ગયું છે. નદીમાં પ્રચંડ પાણીનો પ્રવાહ જોઈ કુદરતનું અનોખું સૌંદર્ય ખીલ્યું છે, જેને નિહાળવા માટે આમોદ અને જંબુસર પંથકના લોકો મોટી સંખ્યામાં નદીના પુલ પર ઉમટી પડ્યા હતા. અનેક લોકોએ આ અદભુત નજારાને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો હતો. ચોમાસાના વરસાદથી ધધર નદીમાં નવા નીર આવતા આસપાસના વિસ્તારમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતા ખેતરોને સિંચાઈ માટે પૂરતું જળ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ઉભા પાકને નવું જીવન મળવાની સાથે આગામી ખેતી માટે પણ સકારાત્મક સંકેતો મળ્યા છે.જો કે, વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધતાં કેટલાક ગ્રામજનોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને સ્થાનિકો સાવચેતી રાખી રહ્યા છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા પણ નદીકાંઠાના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકોને નદીના વહેણથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ઢાધર નદીના ઘોડાપૂરના આ દૃશ્યો કુદરતની સુંદરતા અને શક્તિનો અદભુત સંગમ રજૂ કરે છે. એક તરફ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે તો બીજી તરફ વધતા પાણી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત પણ સ્પષ્ટ કરી છે. હાલ સમગ્ર પંથકની નજર ધધર નદીના જળસ્તર અને આગામી વરસાદની સ્થિતિ પર કેન્દ્રિત બની છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!