Skip to main content

Geo Gujarat News

વાગરા: 13 વર્ષથી પોલીસને ચકમો આપતો આરોપી આખરે ઝડપાયો, વાગરા પોલીસે મહારાષ્ટ્ર સુધી પીછો કરી કસ્યો કાયદાનો ફંદો!

ફરારનો ફાઈનલ ચેપ્ટર, 13 વર્ષ બાદ વાઘરા પોલીસે આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો: છેલ્લા 13 વર્ષથી વિવિધ ગુનાઓમાં ફરાર રહી પોલીસની પકડથી દૂર ભાગતો આરોપી આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રહેલા આરોપીને પકડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, ગુપ્ત બાતમી અને સતત દેખરેખના આધારે પોલીસે મહારાષ્ટ્ર સુધી પહોંચીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી હરીનંદ મહેન્દ્રકુમાર પટેલ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી સામે વાગરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013થી IPC ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. અને તે ત્યારથી જ સતત ફરાર હતો. વર્ષો સુધી પોતાની ઓળખ અને સ્થળ બદલતો રહેતા આરોપીને આખરે પોલીસે ચોક્કસ બાતમીના આધારે નાશિક નજીકથી ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી તથા વાગરા પોલીસ સ્ટેશનની ટીમે અંજામ આપી હતી. લાંબા સમયથી કાયદાથી ભાગી રહેલા આરોપીને પકડી પાડતા પોલીસની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. આરોપીને વાગરા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને હવે તેના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ અંગે વધુ તપાસ આગળ ધપાવવામાં આવશે.સૂઝબૂઝ, ટેક્નિકલ સર્વેલન્સ અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ,વાગરા પોલીસની કામગીરીને મળી સફળતા: આ સમગ્ર સફળ ઓપરેશનમાં વાગરા પોલીસ સ્ટેશનના અ.હે.કો. ભોપાભાઈ ગફુરભાઈ, અ.હે.કો. સુરેશભાઈ ઈશ્વરભાઈ, જીગરસિંહ નટવરજી તેમજ ડ્રા.એએસઆઈ સંતોષભાઈ નામદેવભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગુપ્ત બાતમી, ટેક્નિકલ સર્વેલન્સ અને સતત દેખરેખના આધારે ટીમે સંકલનપૂર્વક કામગીરી કરી વર્ષોથી ફરાર આરોપીને કાયદાના સકંજામાં લાવવામાં સફળતા મેળવી હતી. પોલીસ ટીમની સતર્કતા, ધીરજ અને વ્યાવસાયિક કામગીરીને આ સફળતાનો મુખ્ય આધાર માનવામાં આવી રહ્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!