Skip to main content

Geo Gujarat News

ભરૂચ-દહેજ માર્ગ પર દોડતી ટ્રકમાં અચાનક આગ, વેસદડા નજીક અફરાતફરીનો માહોલ, ઘટનામાં કોઈ જાનહાની નહિ.

ભરૂચ-દહેજ માર્ગ પર આવેલા વેસદડા ગામ નજીક આજે રાતના સમયે એક દોડતી ટ્રકની કેબિનમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ કેબિનના ભાગમાંથી ઉઠતાં આસપાસથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ ટ્રકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. જોકે ટ્રકમાં આગ લાગતાં ભરૂચ-દહેજ માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો હતો. અને વાહનોની લાંબી કતારો લાગી હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ માર્ગ પરનો ટ્રાફિક ફરી સામાન્ય થયો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!