Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર GIDCમાં રખડતા ઢોરનો ત્રાસ, નોટિફાઇડ ઓથોરિટીની કડક કાર્યવાહી, પોલીસ બંદોબસ્ત વચ્ચે પશુઓ પકડવાની ઝુંબેશ શરૂ..

અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં લાંબા સમયથી હાહાકાર મચાવતા રખડતા પશુઓના ત્રાસ સામે આખરે નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ લાલ આંખ કરી છે. જાહેર માર્ગો પર આખલાઓની લડાઈ અને તેના કારણે સર્જાતા અકસ્માતોથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાતા હતા. વધતા જતા જનરોષને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આજે પોલીસના ચુસ્ત કાફલા સાથે પશુઓ પકડવાનું ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.ભૂતકાળમાં પશુપાલકો દ્વારા દાદાગીરી કરી પકડાયેલા ઢોર છોડાવી જવાના બનાવો બન્યા હોવાથી, આ વખતે ઓથોરિટીએ કોઈ પણ પ્રકારના ઘર્ષણ કે અનિચ્છનીય બનાવને ટાળવા પોલીસ બંદોબસ્ત સાથે રાખ્યો છે. નોટિફાઇડ ઓથોરિટીએ સ્પષ્ટ એંધાણ આપ્યા છે કેઝુંબેશ આગામી દિવસોમાં પણ પૂરજોશમાં ચાલુ રહેશે. આ ઉપરાંત, જાહેર રસ્તાઓ પર ખુલ્લા ઢોર છોડી મુકનાર માલિકોને ચિહ્નિત કરીને તેમની સામે પણ કડક દંડનીય અને કાનૂની પગલાં ભરવામાં આવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!