પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે ચાસવડ ગામેથી યોગેશભાઈ રતનભાઈ વસાવા (રહે. ચાસવડ, તા. નેત્રંગ, જિ. ભરૂચ)ને શોધી કાઢી કાયદેસરની અટકાયત કરી હતી. પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે નેત્રંગ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ પ્રેસનોટ મુજબ આરોપી સુરત ગ્રામ્યના કોસંબા અને પાલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ચોરીના ગુનાઓમાં છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો. ઉપરાંત, તેની સામે નેત્રંગ પોલીસ મથકે પણ ચોરી સહિતના અનેક ગુનાઓ અગાઉથી નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ભરૂચ એસઓજીની આ કામગીરીમાં PI એ.વી. પાણમિયા, PI કે.એલ. પટણી સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. નાસતા ફરતા આરોપીઓ સામે પોલીસે આગળ પણ આવી જ ઝુંબેશ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com