અંકલેશ્વર નજીક આવેલા પાનોલી પોલીસ મથકની ટીમે ભાદી ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર ગૌવંશ કતલના કાળો કારોબારનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. પાનોલી પી.આઈ. એમ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસ ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે ભાદી ગામ પાછળ આમલાખાડી કિનારે ખેતરના શેઢે ગૌવંશની કતલ આચરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર ત્રાટકીને દરોડો પાડ્યો હતો અને ગૌવંશના માંસ તથા સાધનો સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ૬૨.૪૦૦ કિલોગ્રામ ગૌવંશનું માંસ, ૬ તીક્ષ્ણ છરા, ૧ વજન કાંટો અને ૨ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ભાદી ગામની નવી નગરીમાં રહેતા ફૈયાઝ ઈદ્રિશ ઐયુબ સીદાત અને સમદ ઐયુબ ઇસ્માઇલ સીદાત સામે કાયદેસરનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ગૌવંશ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને આ નેટવર્કમાં અન્ય કેટલા ઇસમો સંડોવાયેલા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com