Skip to main content

Geo Gujarat News

હાંસોટ: પૂરપીડિત પરિવારોના વહારે આવ્યું ONGC, મંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાથી ૧,૦૦૦ રાહત કિટનું વિતરણ કરાયું..

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં તાજેતરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ અસરગ્રસ્ત ગ્રામજનોની મદદ માટે ONGC દ્વારા સરાહનીય રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ સૂચનાથી ONGC દ્વારા પોતાની ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ (CSR) પ્રવૃત્તિ હેઠળ કુલ ૨,૦૦૦ અનાજની રાહત કિટોનું વિતરણ હાથ ધરાયું હતું. જે પૈકી હાંસોટ તાલુકાના આસરમા ગામ ખાતેથી પૂર પ્રભાવિત પરિવારોને ૧,૦૦૦ અનાજની કિટ સોંપવામાં આવી હતી, જ્યારે બાકીની ૧,૦૦૦ કિટ નર્મદા જિલ્લા અને નેત્રંગ તાલુકાના પૂરપીડિતો સુધી પહોંચાડવામાં આવી છે.હાંસોટ પંથકના આસરમા, ઓભા, પાંજરોલી, બાલોટા, કટિયાજાળ અને હાંસોટ સહિતના પૂર પ્રભાવિત ગામોમાં અનાજ અને જીવનજરૂરી સામગ્રીની કિટ પહોંચાડતાં જળબંબાકારથી બેહાલ બનેલા પરિવારોને મોટી રાહત સાંપડી છે. આ વિતરણ કાર્યક્રમ પ્રસંગે ONGCના એસેટ સપોર્ટ મેનેજર એમ. જી. મહેતા, ડીજીએમ મિનેષ મોદી, ઓબીસી ચેરમેન જીગર પટેલ, અગ્રણી વિરેન્દ્ર પટેલ, ડી. કે. પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ તેમજ તાલુકા પંચાયત સભ્ય બળવંત પટેલ સહિતના અનેક સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!