વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ઝઘડિયા ખાતે સેવા અને માનવતાના સમન્વય રૂપ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા યુવા સંગઠન સમિતિ દ્વારા ‘યુનિટી બ્લડ બેંક’ના વિશેષ સહયોગથી આયોજિત આ કેમ્પમાં સ્થાનિક યુવાનો અને રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દર્શાવી સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. જરૂરિયાતમંદ અને ગંભીર દર્દીઓને સમયસર લોહી મળી રહે અને નવજીવન પ્રદાન કરી શકાય તેવા પવિત્ર હેતુથી આ વિશિષ્ટ સેવા કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ કેમ્પને સમાજ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર માનવાની સાથે ભવિષ્યમાં પણ સમાજના વધુને વધુ લોકો આવી ઉમદા પ્રવૃત્તિઓમાં જોડાય તેવી અપીલ કરી હતી. વિશ્વ આદિવાસી દિવસ જેવા ઐતિહાસિક અને ગૌરવશાળી પર્વને માત્ર ઉજવણી સુધી સીમિત ન રાખતાં માનવસેવાના ભગીરથ કાર્ય સાથે જોડવાની આ પહેલને ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને ગ્રામજનોએ મુક્ત મને બિરદાવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com