Skip to main content

Geo Gujarat News

આમોદમાં કોંગ્રેસી નેતાની અટકાયતથી રાજકીય ગરમાવો! તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત બે પોલીસ સકંજામાં

આમોદ તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમોદ પોલીસ મથકે આપવામાં આવેલી ફરિયાદના આધારે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તથા ચિંતન પટેલની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસના સ્થાનિક નેતાની અટકના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આમોદના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. ધરપકડની જાણ થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો આમોદ પોલીસ મથકે દોડી આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોની પોલીસ મથકે હાજરીને પગલે ઘટના સ્થળે રાજકીય માહોલ વધુ ગરમાયો હતો. હાલ આમોદ પોલીસે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની હકીકત અને આક્ષેપોની વાસ્તવિકતા વધુ સ્પષ્ટ થશે. આમોદ તાલુકાના કોંગ્રેસી નેતાની ધરપકડને પગલે હવે આ મુદ્દો આગામી દિવસોમાં રાજકીય રીતે કેટલો ઉગ્ર બને છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!