જંબુસર તાલુકામાં વધુ એક માર્ગ અકસ્માતે એક યુવકનો ભોગ લીધો છે. જંબુસર-લીમજ રોડ પર બાઈક ચાલકે અચાનક સ્ટેઅરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બાઈક રોડ કિનારે આવેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે કાવા ગામના વતની જયેશભાઈ જગદીશભાઈ રાઠોડ નામના યુવકનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. યુવકના અકાળે અવસાનથી કાવા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક જયેશભાઈ રાઠોડ પોતાના મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવવા માટે જંબુસર આવ્યા હતા. પેટ્રોલ ભરાવીને નિજ ગામે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લીમજ રોડ પર અચાનક બાઈક પરથી કાબૂ છટકી જતાં આ કાળમુખી દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ જંબુસર પોલીસનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ રક્તરંજીત ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોને માર્ગ પર સાવચેતી અને નિયંત્રિત ઝડપે વાહન હંકારવાની ગંભીર ચેતવણી પૂરી પાડી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com