Skip to main content

Geo Gujarat News

વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ વચ્ચે ટેલિફોનિક મંત્રણા: ભારત-અમેરિકા વૈશ્વિક ભાગીદારી મજબૂત કરવા અગત્યની ચર્ચા, પુત્રજન્મ બદલ પાઠવી શુભેચ્છા..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ (JD Vance) વચ્ચેઓગસ્ટના રોજ ઉચ્ચ સ્તરીય ફોન વાર્તાલાપ યોજાયો હતો. આ મહત્ત્વપૂર્ણ ટેલિફોનિક સંવાદ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ સુદ્રઢ બનાવવા તેમજ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બંને વૈશ્વિક નેતાઓએ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા અને વૈશ્વિક હિતોના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને તેમના સમગ્ર પરિવારને ત્યાં પુત્રનો જન્મ થવા બદલ ઉષ્માભરી મુબારકબાદી અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સંવાદથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ ગાઢ બનશે તેમ માનવામાં આવી રહ્યું છે. વ્યુહાત્મક, આર્થિક તેમજ સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવાના લક્ષ્યાંક સાથે યોજાયેલીઉચ્ચ સ્તરીય વાર્તાલાપને બંને દેશોના ભવિષ્યના સમીકરણો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!