આમોદ તાલુકા વિકાસ અધિકારી (TDO) સાથે થયેલા વિવાદ અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાના આક્ષેપ હેઠળ અટકાયત કરાયેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તથા તાલુકા પંચાયત સદસ્ય ચિંતન પટેલને આમોદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં બંને પક્ષોની દલીલો અને સુનાવણી પૂર્ણ થયા બાદ અદાલતે બંને નેતાઓને જામીન પર મુક્ત કરવાનો મહત્વનો હુકમ કર્યો છે. TDOની લેખિત ફરિયાદના આધારે પોલીસે ગત મોડી રાત્રે જ આકસ્મિક કાર્યવાહી કરીને બંનેની ધરપકડ કરી હતી. કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાતાં જ આમોદ કોંગ્રેસ છાવણી અને તેમના સમર્થકોમાં મોટી રાહત વ્યાપી ગઈ છે
ઉલ્લેખનીય છે કે, 3 કે 4 દીવસ પહેલા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત દરમિયાન થયેલી બોલાચાલી બાદ TDO દ્વારા નોંધાવેલી FIRને કોંગ્રેસે સંપૂર્ણપણે રાજકીય કિન્નખોરી અને પાયાવિહોણી ગણાવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા સહિતના વરિષ્ઠ આગેવાનોએ સત્તાના દુરુપયોગનો આક્ષેપ કરી, કચેરીના CCTV ફૂટેજની તપાસ કરીને કેસમાં ‘C Summary Report’ ભરવાની માગ સાથે વિરોધ દર્શાવ્યો હતો. રાતોરાત થયેલી ધરપકડને પગલે સમગ્ર ભરૂચ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો અને ચર્ચા જાગી હતી, ત્યારે હવે કોર્ટમાંથી જામીન મળતા જ આ સમગ્ર વિવાદમાં હાલ પૂરતો વિરામ આવ્યો છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023