Skip to main content

Geo Gujarat News

ભરૂચ: ખાનગી ટ્યુશન ક્લાસમાં ધોરણ ૮ની સગીરા સાથે શિક્ષકની નિર્લજ્જ છેડતી, લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર..

ભરૂચ જિલ્લાના એક વિસ્તારમાં આવેલી ખાનગી ટ્યુશન ક્લાસમાં શિક્ષણના ધામને કલંકિત કરતી અત્યંત શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ક્લાસમાં અભ્યાસ કરતી ધોરણ ૮ની સગીર વિદ્યાર્થિની સાથે ખુદ શિક્ષકે જ અડપલાં કરી નિર્લજ્જ છેડતી કરી હોવાનો ગંભીર આક્ષેપ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સગીર વિદ્યાર્થિની રોજના ક્રમ મુજબ ટ્યુશન ક્લાસ માટે ગઈ હતી, જ્યાં ક્લાસમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ ન હોઈ સગીરાને એકલી જોઈને વિકૃત મનોવૃત્તિ ધરાવતા શિક્ષકે તેની એકલતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો અને અયોગ્ય રીતે સ્પર્શ કરીને શારીરિક છેડતી આચરી હતી. આ ઘટનાથી ભારે માનસિક આઘાતમાં સરેલી અને ભયભીત બનેલી માસૂમ બાળકી રડતી હાલતમાં ઘરે પહોંચી હતી અને પરિવારજનો સામે આપવીતી છાલકાવી હતી.દીકરી સાથે થયેલા આ કાળી કરતૂતની જાણ થતાં જ આક્રોશે ભરાયેલા પરિવારજનોએ તાત્કાલિક મામલાની ગંભીરતા સમજી લંપટ શિક્ષકની પૂછપરછ કર્યા બાદ પોલીસ મથકે પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. સગીરા સાથે બનેલી આ સંતપ્ત ઘટનાને પગલે ભરૂચ પોલીસે ત્વરિત હરકતમાં આવીને લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. વિદ્યાના ધામમાં જ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવાવતી આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક વાલીઓમાં ભારે ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસીસોમાં બાળકોની સુરક્ષા અને સીસીટીવી જેવા સુરક્ષા વ્યવસ્થાના સાધનો સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!