અમદાવાદ શહેરમાં બેફામ વાહન હંકારીને માર્ગ અકસ્માતો સર્જતા અને લોકોની જિંદગી જોખમમાં મૂકતા નફ્ફટ વાહનચાલકો સામે અમદાવાદ ટ્રાફિક પોલીસે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા ૬ મહિનાના ટૂંકા ગાળામાં શહેરમાં કુલ ૭૭૫ ગંભીર માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેમાંથી ૨૧૮ અકસ્માતો અત્યંત કરુણ અને પ્રાણઘાતક (ફેટલ) સાબિત થયા છે. નિર્દોષ લોકોના જીવ લેનારા અને ગંભીર અકસ્માતો સર્જનારા આ ૨૧૮ વાહનચાલકોની યાદી તૈયાર કરીને પોલીસે સત્તાવાર રીતે આરટીઓ (RTO) તંત્રને સુપ્રત કરી દીધી છે, જેથી આવા વાહનચાલકો સામે દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરી શકાય. ટ્રાફિક વિભાગ દ્વારા આ ગુનાહિત માનસિકતા ધરાવતા ૨૧૮ વાહનચાલકોના ડ્રાઈવિંગ લાઈસન્સ આગામી ૩ થી ૬ મહિના સુધી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (રદ) કરવા માટે RTO ને આકરી ભલામણ કરવામાં આવી છે. માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન સામે લાલ આંખ કરતાં પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવી લોકોના જીવ સાથે રમત રમનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. પોલીસના આ આકરા પગલાંથી નિયમો નો અનાદર કરતા અને બેફામ વાહન ચલાવતા ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com