Skip to main content

Geo Gujarat News

અમદાવાદ: હેબતપુરમાં પંચનામા સમયે દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી રિવોલ્વર છીનવવાનો કર્યો પ્રયાસ, સ્વબચાવમાં પોલીસે ગોળી મારી દબોચ્યો..

અમદાવાદ શહેરમાં ગુનાખોરી સામે લાલ આંખ કરીને અમદાવાદ પોલીસે કડક અને ધમાકેદાર કાર્યવાહી કરી છે. શહેરના આનંદનગર પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના ગંભીર ગુનાના આરોપી ધર્મસિંહે હેબતપુર વિસ્તારમાં પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો મસમોટો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસ ટીમ પર અચાનક હુમલો કરી પોલીસકર્મીની સરકારી રિવોલ્વર છીનવીને ફાયરિંગ કરવાનો અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ ગંભીર બનતાં અને પોતાની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થતાં પોલીસે ત્વરિત અને આકરા સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. પોલીસની ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો અને પોલીસે તેને તાત્કાલિક દબોચી લીધો હતો.પોલીસ અને આ માથાભારે આરોપી વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો છે. ગોળી વાગવાથી ઘવાયેલા દુષ્કર્મના આરોપી ધર્મસિંહને પોલીસ બંદોબસ્ત હેઠળ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો પ્રયાસ કરનારા તથા પોલીસ પર હુમલો કરનારા આ સંતપ્ત આરોપી સામે આનંદનગર પોલીસે વધુ એક કડક ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!