સરહદી જિલ્લા કચ્છમાં ભૂકંપના આંચકાઓનું સત્ર અટકવાનું નામ નથી લઈ રહ્યું, જ્યાં સતત બીજા દિવસે ધરતી ધ્રૂજી ઊઠતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આજે બપોરે ૧૨:૪૦ વાગ્યાના સુમારે કચ્છ વિસ્તારમાં ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી માત્ર ૧૮ કિલોમીટર દૂર નોંધાયું છે. બપોરના સમયે અચાનક અનુભવાયેલા આ કંપનને કારણે અનેક વિસ્તારોમાં લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો નોંધાતાં કચ્છની સંવેદનશીલ ભૌગોલિક સ્થિતિને લઈને તંત્ર અને સ્થાનિકોમાં ફરી ચિંતા ઘેરી બની છે. જોકે, ૨.૮ ની ઓછી તીવ્રતાનો આંચકો હોવાથી સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટું નુકસાન થયાના સમાચાર નથી, જેનાથી તંત્રએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાઓને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમગ્ર સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com