Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની ઘેલછામાં બે માસુમોના જીવ જોખમમાં મુકનાર યુવક સામે પોલીસની આકરી કાર્યવાહી, જાહેરમાં માફી મંગાવી ફટકાર્યો દંડ

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતા અને પોતાનો તેમજ અન્યોનો જીવ જોખમમાં મુકતા તત્વો સામે અંકલેશ્વર પોલીસે લાલ આંખ કરી છે. ચાલુ બાઇક પર બે નાના માસુમ બાળકોને અત્યંત જોખમી રીતે બેસાડીને રીલ બનાવનાર ઇમરાન મનીહર નામના યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. વાયરલ વીડિયોને આધારે તપાસનો ધમધમાટ શરૂ કરીને પોલીસે તાત્કાલિક ધોરણે આ મગરૂબ યુવકની અટકાયત કરી હતી. ચાલુ વાહને બાળકોની સુરક્ષા સાથે ખુલ્લેઆમ ખેલ ખેલવાની આ ઘોર બેદરકારી બદલ પોલીસે યુવક સામે કડક શિક્ષાત્મક પગલાં ભરીને મસમોટો દંડ ફટકાર્યો હતો, એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે તેની પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી.આ ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા નાગરિકો અને ખાસ કરીને યુવાવર્ગને કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવાના તુક્કા અને રીલ બનાવવાની ઘેલછામાં પોતાની કે પોતાના પરિવારના નાના બાળકો તેમજ અન્ય રાહદારીઓની સુરક્ષાને જોખમમાં મૂકનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે રસ્તા પર આવા જોખમી સ્ટંટ કે નિયમભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે આકરામાં આકરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!