Skip to main content

Geo Gujarat News

આમોદ નગરપાલિકા ખાતે ૮૦મા સ્વતંત્રતા પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી

આમોદ નગરપાલિકા ખાતે આજે ૧૫મી ઓગસ્ટના રોજ દેશના ૮૦ મા સ્વતંત્રતા દિવસની આન,બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર નગરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.આમોદ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા,અખંડિતતા અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે વેપારીઓ, વિદ્યાર્થીઓ, રાજકીય આગેવાનો, તબીબી વર્ગ,નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળા નંબર-૧ ની બાળાઓ દ્વારા દેશભક્તિના ગીત પર સુંદર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરતા ઉપસ્થિત સૌના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત નગરજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.સ્વતંત્રતા દિવસના આ પાવન અવસરે પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ ઉપસ્થિત સૌને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે તેમણે આમોદ નગરના સર્વાંગી વિકાસ માટે સ્વચ્છ, સુંદર અને ગતિશીલ બનાવવા માટે નગરજનોને પણ સહભાગી બનવા આહવાન કર્યું હતું.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!