વાગરા તાલુકાના કડોદરા ગામે આવેલ શ્રી શારદા વિદ્યા મંદિર ખાતે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર અને દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોએ દેશભક્તિ ગીતો, વક્તવ્ય, નૃત્ય સહિતની વિવિધ કૃતિઓ દ્વારા ભારત દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભાવનાની સુંદર અભિવ્યક્તિ કરી હતી.
વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતોને ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર વધાવી હતી. સમગ્ર શાળા પરિસર દેશભક્તિના નારા અને તિરંગાના રંગોથી રંગાઈ ગયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશ માટે કંઈક કરવાની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઉજવણી દરમિયાન શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કડોદરા ખાતે શારદા વિદ્યા મંદિરની આ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રીય એકતાનો સુંદર સંદેશ આપી ગઈ હતી.

Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023