Skip to main content

Geo Gujarat News

હાંસોટ: નોકરીની જાળ બિછાવી 1.76 લાખ પડાવનાર આંતરરાજ્ય ગેંગના સાગરીતને રાજસ્થાનથી ઘસડી આણ્યો..

ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક જોબ પ્રોફાઇલ ઊભી કરી નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી સાયબર ક્રિમિનલ ગેંગ સામે હાંસોટ પોલીસે લાલ આંખ કરી છે. નોકરીની લાલચ આપી મોકલેલી લિંક પર ક્લિક કરાવી ફરિયાદીનો મોબાઈલ હેક કરીને રૂ. 1.76 લાખનો ચૂનો ચોપડનારા ચિત્તોડગઢના 34 વર્ષીય મોહમદ ઇકબાલ દાઉદ મસૂરીને પોલીસે ઉદયપુરથી દબોચી લીધો છે. હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે BNS ની કલમ 318(4), 319(2), 3(5), 61(2) તેમજ IT Act ની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધીને હાથ ધરાયેલી આ કડક તપાસમાં ખુલાસો થયો છે કે, આ આરોપી ‘કે.આર. ટ્રાન્સપોર્ટ’ નામની બોગસ કંપની બનાવી તેના નામે કરંટ એકાઉન્ટ્સ ખોલાવી સાયબર ઠગોને ભાડે આપવાનું મોટું રેકેટ ચલાવતો હતો. પોલીસ ટીમે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે, જેમાં આ ભાડાના એકાઉન્ટ્સ સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સહિત દેશભરના વિવિધ રાજ્યોમાંથી 19 જેટલી ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે.પોલીસ ઈન્સ્પેક્ટર એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ PSI પી.કે. રાઠોડ અને તેમની ટીમે હાથ ધરેલી આ સફળ કામગીરી બાદ ભરૂચ જિલ્લા પોલીસે સાયબર કૌભાંડીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સાથે નાગરિકોને પણ આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. કમિશન કે ભાડાની નજીવી લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ, ATM, OTP કે SIM કાર્ડની વિગતો અજાણ્યા તત્વોને સોંપવી એ પણ એક ગંભીર ગુનો છે અને આવા મદદગારો સામે પણ એટલી જ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને ઓનલાઈન ફ્રોડ થવાના કિસ્સામાં વિલંબ કર્યા વગર તુરંત 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કરવા તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!