Skip to main content

Geo Gujarat News

હાંસોટ: પંડવાઈ સુગરની ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું, ૧૫ બેઠકો માટે આકરો જંગ, ૫ સપ્ટેમ્બરે મતદાન; કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પટેલના વર્ચસ્વની કસોટી!

ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રનું શિરમોર ગણાતી હાંસોટની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી (પંડવાઈ સુગર ફેક્ટરી) ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું અધિકૃત જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સંસ્થાની કુલ ૧૫ બેઠકો પર કબ્જો જમાવવા માટે રાજકીય જૂથો અને પેનલો વચ્ચે આરપારની લડાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ પંડવાઈ સુગરના વર્તમાન ચેરમેન હોવાના કારણે આ ચૂંટણી માત્ર એક સહકારી માળખાની સત્તા પૂરતી સીમિત ન રહેતાં, મંત્રીના પોતાના ગઢમાં તેમના રાજકીય વર્ચસ્વની આકરી કસોટી સમાન બની રહેશે.ચૂંટણી જાહેરનામા મુજબ, ૧૯ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી પત્રો મેળવવા અને રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ ૨૨ ઓગસ્ટે ફોર્મની ચકાસણી અને ૨૫ ઓગસ્ટ સુધી ફોર્મ પરત ખેંચવાની મુહલત બાદ આખરી ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થશે. આગામી ૫ સપ્ટેમ્બરે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી મતાધિકારનો ઉપયોગ કરાશે, જ્યારે ૬ સપ્ટેમ્બરે હાંસોટ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સામસામે લડનારી જુદી જુદી પેનલો અને સંભવિત ઉમેદવારોએ બેઠકો જીતવા તથા રાજકીય ગણિત ગોઠવવા પાછલા બારણેથી જોરદાર કવાયત તેજ કરી દીધી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!