Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં ACBનો ભ્રષ્ટાચારીઓ પર મોટો સપાટો, દવાનું લાઇસન્સ આપવા ૪૦ હજારની લાંચ લેતા મદદનીશ કમિશનર અને મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર રંગેહાથ પકડાયા!

ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારના કાળા કારોબારનો એન્ટી કરપ્શન બ્યુરોએ મોટો પર્દાફાશ કર્યો છે. દવાના નવા હોલસેલ પરવાનાની પ્રક્રિયા પૂરી કરવાના બદલામાં ફરિયાદી પાસેથી ૫૦ હજારની લાંચ માંગનાર અને અંતે ૪૦ હજારની લાંચ સ્વીકારનાર બે ઉચ્ચ અધિકારીઓને ACBની ટીમે ટ્રેપ ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા લાંચિયા અધિકારીઓમાં મદદનીશ કમિશનર પ્રકાશભાઈ નાનકરામ પોસનાની અને મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈનો સમાવેશ થાય છે. સરકારી સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી કાળી કમાણી કરતા આ બંને અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાતાં સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીએ નવી દવાની એજન્સી માટે હોલસેલ પરવાના અર્થે અરજી કરી હતી. જેની મંજૂરી માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેને ‘સાહેબને આપવા પડશે’ તેમ કહી ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે નર્મદા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ રચેલા છટકામાં ફરિયાદી પાસેથી ૪૦,૦૦૦ની લાંચ લેતા જ બંને અધિકારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા અને લાંચની તમામ રકમ રિકવર કરી લેવાઈ હતી. નર્મદા ACBના પી.આઈ. ડી.ડી. વસાવાની આગેવાની હેઠળ, સુપરવિઝન ઓફિસર બી.એમ. પટેલ અને ઇન્ચાર્જ IPS અધિકારી બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવેલા આ સફળ ઓપરેશનથી ભ્રષ્ટાચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!