Skip to main content

Geo Gujarat News

અમદાવાદમાં નકલી અધિકારીનો રોફ વિખેરાયો, સ્પોર્ટ્સ કારમાં એન્ટી કરપ્શન ડિરેક્ટરની ખોટી પ્લેટ લગાવી રોલો પાડતો હિતેન્દ્ર પંચાલ પકડાયો, સેટેલાઇટ પોલીસે પર્દાફાશ કર્યો!

અમદાવાદ શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં પોતાની જ લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કારમાં સરકારી કચેરીની નકલી પ્લેટ લગાવીને બેફામ રોફ જમાવતા એક બ Bogus અધિકારીને સેટેલાઇટ પોલીસે મોડી રાત્રે કાયદાનો પાઠ ભણાવી ઝડપી પાડ્યો છે. ૧૯મી ઓગસ્ટની મોડી રાત્રે ઈસ્કોનથી શિવરંજની ચાર રસ્તા તરફના માર્ગ પર પોલીસ જ્યારે કડક વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે શંકાસ્પદ રીતે પસાર થતી એક સ્પોર્ટ્સ કારને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી પોલીસ અધિકારીની થીમવાળી એક ભ્રામક પ્લેટ મળી આવી હતી, જેના પર ANTI CORRUPTION FOI DIST. DIRECTOR લખાણ લખેલું હતું. પોલીસે કાર ચાલકની આકરી પૂછપરછ કરતાં તેની અસલી ઓળખ ૪૦ વર્ષીય હિતેન્દ્ર પંચાલ તરીકે થઈ હતી. જ્યારે એન્ટી કરપ્શન વિભાગમાં તેની ફરજ અને પ્લેટની સત્તાવાર પરમિટ અંગે કડક ભાષામાં પૂછપરછ કરવામાં આવી, ત્યારે આ નકલી અધિકારીનો તમામ કળાવ ગાયબ થઈ ગયો હતો અને તેનો મોટો ભાંડો ફૂટી ગયો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે તે કોઈ જ સરકારી અધિકારી નથી, પરંતુ ઘરે બેસીને સીસીટીવી (CCTV) નું કામ કરે છે અને માત્ર લોકો પર વટ પાડવા તથા ખોટો રોલો જમાવવા આ નકલી પ્લેટ લગાવીને રખડતો હતો. સેટેલાઇટ પોલીસે આ બ bogus અધિકારીની કાર અને નકલી પ્લેટ જપ્ત કરીને ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!