Skip to main content

Geo Gujarat News

સાયબર ક્રાઈમ અને બોગસ સિમ કૌભાંડ સામે કેન્દ્રનો મોટો પ્રહાર, એક વ્યક્તિ ૯ થી વધુ સિમ નહીં રાખી શકે, DoT એ ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મથી કડક લગામ કસી!

દેશભરમાં બેફામ બનેલા સાયબર ફ્રૉડ, ડિજિટલ ઠગાઈ અને બોગસ મોબાઈલ સિમ કાર્ડ્સ દ્વારા આચરવામાં આવતા ઓનલાઈન ગુનાઓ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ એ ઐતિહાસિક અને અત્યંત આકરો નિર્ણય લીધો છે. હવે દેશમાં કોઈપણ વ્યક્તિ પોતાના નામે નક્કી કરેલી મર્યાદાથી વધુ સિમ કાર્ડ રાખી શકશે નહીં. DoT એ દેશની તમામ ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ આદેશ ફટકાર્યો છે કે નિર્ધારિત સીમા પૂર્ણ કરી ચૂકેલા ગ્રાહકોને કોઈપણ સંજોગોમાં નવું કનેક્શન ઇશ્યૂ કરવામાં ન આવે. આ કડક નિયમનું રિયલ ટાઈમ પાલન કરાવવા માટે સરકારે ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ કાર્યરત કર્યું છે, જ્યાં મર્યાદા વટાવી ચૂકેલા ગ્રાહકોનો બાયોમેટ્રિક ડેટા, ઓળખ અને ફોટો ઉપલબ્ધ રહેશે.હાલના કડક નિયમો મુજબ, દેશના સામાન્ય રાજ્યોમાં એક નાગરિક પોતાના નામે મહત્તમ ૯ સિમ કાર્ડ રાખી શકે છે, જ્યારે આસામ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના સંવેદનશીલ રાજ્યો માટે આ મર્યાદા ૬ સિમ કાર્ડની નક્કી કરાઈ છે. નવી સિસ્ટમ હેઠળ DIP પ્લેટફોર્મ તમામ ટેલિકોમ કંપનીઓના ડેટાનું સેકન્ડોમાં એનાલિસિસ કરશે. જો કોઈ વ્યક્તિ પાસે મર્યાદાથી વધુ સિમ કાર્ડ હશે અને નવું કનેક્શન લેવાનો પ્રયાસ થશે, તો તે નવું સિમ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાશે. સરકારે તમામ ટેલિકોમ કંપનીઓને ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં આ નવું મેકેનિઝમ પોતાના એનરોલમેન્ટ અને એક્ટિવેશન સિસ્ટમ સાથે મર્જ કરી દેવાનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. એક જ વ્યક્તિના નામે ડઝનબંધ સિમ ખરીદીને સાયબર ગુના આચરતી ગેંગોના મૂળિયા ઉખાડી ફેંકવા માટે સરકારે આ ડિજિટલ દંડો ઉગામ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!