આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ગત રોજ રાત્રિના સમયે અત્યંત ઝેરી પ્રજાતિનો રસેલ વાઇપર સાપ આવી જતા થોડીવાર માટે દોડધામ મચી હતી.જોકે સિક્યુરિટી ગાર્ડની સમયસૂચકતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમની સતર્કતાના કારણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ગત રોજ રાત્રિના આશરે ૧૦ વાગ્યાના સમયે આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં રસેલ વાઇપર સાપ જોવા મળ્યો હતો. કચેરી ખાતે ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગણપત મકવાણાની નજર સાપ પર પડતા તેમણે હાથમાં રહેલી લાકડી વડે સાપને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.જો કે સાપ પાલિકા કચેરીમાં ઘૂસી જતા ગણપત મકવાણાએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરી હતી.
ત્યારે અંકિત પરમાર અને હેમંત પરમાર ઘટનાસ્થળે પહોંચી આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બંનેએ જરૂરી સાવચેતી સાથે કુનેહપૂર્વક રસેલ વાઇપર સાપને પકડી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.સાપનું રેસ્ક્યૂ થયા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. રીપોર્ટર: વિનોદ પરમાર આમોદ
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023