અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં વેપારી આલમમાં સન્નાટો વ્યાપી જાય તેવી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વ્યાપારિક કામગીરીના વિવાદમાં અંકલેશ્વરમાં વેપાર કરતા સુરેશસિંહ ઉર્ફે બબલુ યોગેન્દ્રસિંહ રાજપૂત નામના વેપારી પર ૪ શખસોની ગેંગે ગેરકાયદેસર મંડળી રચીને ધાડ પાડી અતિ પશુતાપૂર્વક હુમલો કર્યો હતો. બપોરના સમયે જાહેરમાં આચરાયેલા આ હુમલામાં વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ભયાનક ઘટનાના જીવંત CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ધોરણે આકરા ગુના હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ફરિયાદી સુરેશસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ, રાજેશભાઈ રામજીલાલ યાદવ નામના શખસ પાસેથી કામ લીધું હતું, જે અંગે વિવાદ ઊભો થયો હતો. આ વિવાદનું મનદુઃખ રાખીને ૨૦ ઓગસ્ટના રોજ રાજેશ યાદવ, ગુડ્ડુ યાદવ, રમેશ યાદવ અને રામસિંહ યાદવ નામના ૪ દાદાતત્વોએ એકસંપ થઈને સુરેશસિંહ પર હુમલો કરી દીધો હતો. આ આરોપીઓએ માત્ર મારામારી જ નહીં, પરંતુ વેપારીના ધંધા-રોજગારને આર્થિક નુકસાન પહોંચાડી ધંધો કાયમ માટે બંધ કરાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઘટનાના CCTV આધારિત પુરાવા કબજે કરીને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આ અસામાજિક તત્વોને જેલભેગા કરવા ચક્ર ગતિમાન કર્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com