અમદાવાદ શહેરમાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. વાસણા પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને કોડેઇનયુક્ત કફ સિરપની 387 બોટલોના મોટા જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહી દરમિયાન નશાકારક સિરપ, ઓટો રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે પૈકી એકલા કફ સિરપના જથ્થાની કિંમત અંદાજે રૂપિયા 1.01 લાખ આંકવામાં આવી છે.
આ કેસમાં નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરફેરનો પર્દાફાશ થતાં જ વાસણા પોલીસે ગુનેગાર સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસનો મુખ્ય ધ્યેય આ નશાકારક જથ્થાના મૂળ સુધી પહોંચવાનો છે. આ કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં ઘનશ્યામ પૂછપરછ ચાલી રહી છે. આ ગેરકાયદે વેપાર પાછળ સક્રિય આખી સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા સાગરીતોને જેલભેગા કરવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com