Skip to main content

Geo Gujarat News

હરિયાણામાં પત્નીની તાંત્રિક ઘેલછા કે ગૂઢ કાવતરું? પતિની નિર્મમ હત્યા બાદ મૃતદેહમાંથી લીવર-કિડની ગાયબ થતાં અરેરાટી..

હરિયાણાના કુરુક્ષેત્રમાં કાળજું કંપાવી દેનારી અને માનવતાને શરમાવે તેવી એક અત્યંત અંધારી ઘટના સામે આવી છે, જ્યાં પત્ની પર જ પોતાના પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મૂળ સીતાપુરનો 40 વર્ષીય રાજેશ પોતાની પત્ની વિમલા દેવી સાથે ભાડાના મકાનમાં રહીને પાણી સપ્લાયનું કામ કરતો હતો. શનિવારે સાંજે મકાનના ધાબા પરથી ચીસોનો અવાજ આવતાં મકાનમાલિક ઉપર પહોંચ્યા ત્યારે રાજેશ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો અને પત્નીના હાથમાં ધારદાર હથિયાર હતું. પકડાઈ જવાના ડરે મહિલાએ ધાબા પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી, જેથી ઘવાયેલી હાલતમાં તેને પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.આ કેસમાં ફોરેન્સિક તપાસ દરમિયાન જે ચોંકાવનારા ખુલાસા થયા છે તેનાથી પોલીસ તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃતકના પેટ પર 37 સેન્ટિમીટર લાંબો ઘા હતો અને તેના શરીરમાંથી અડધું લીવર તથા જમણી કિડની ગાયબ મળી આવ્યા છે. સ્થાનિકો અને મકાનમાલિકના જણાવ્યા મુજબ મહિલા અવારનવાર તાંત્રિક વિધિઓ કરતી હતી, જેના કારણે દંપતી વચ્ચે સતત ઝઘડા થતા હતા. ઘટનાસ્થળેથી ત્રણ ચપ્પુ જપ્ત કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આ માનવ અંગો ગાયબ થવા પાછળ કોઈ અંધશ્રદ્ધાળુ તાંત્રિક વિધિ છે કે પછી અંગોની તસ્કરીનું નેટવર્ક, તે દિશામાં કડક પૂછપરછ હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!