Skip to main content

Geo Gujarat News

દિલ્હીમાં ખાખી પર ખાતરાડૂંનો હિચકારો હુમલો, વાહન ચેકિંગ દરમિયાન પોલીસ ટીમ પર મરચાની છાંંટ અને લાકડીઓથી ધાડ, ત્રણ અધિકારી ઘાયલ..

દિલ્હીના ભાલસા ડેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ગુંડા તત્વોના ટોળાએ ફરજ પર તૈનાત પોલીસ ટીમ પર જ જીવલેણ હુમલો કરી દીધો હતો. શનિવારે બપોરે અંદાજે સાડા ત્રણ વાગ્યાના સુમારે પોલીસ દ્વારા વિસ્તારમાં રૂટીન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ વાહન જપ્ત કરવાની કાયદેસરની કાર્યવાહી કરતાં જ વાહન માલિક અને તેના સાગરીતોએ ઉશ્કેરાઈને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી અને જોતજોતામાં સ્થિતિ હિંસક બની ગઈ હતી.હુમલાખોરોએ નિર્લજ્જતાની તમામ હદો વટાવીને સૌપ્રથમ પોલીસકર્મીઓની આંખોમાં મરચાંનો પાવડર ફેંક્યો હતો અને ત્યારબાદ ઇંટો, લાકડીઓ તેમજ લોખંડના સળિયા વડે આડેધડ હુમલો કરી દીધો હતો. આ હિંસક ધમાસાણમાં ત્રણ પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આ કાયરતાપૂર્ણ હુમલા પાછળ અગાઉ પાંચ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિસ્તારના કુખ્યાત આરોપી સુનિલ ઉર્ફે પંકજ અને તેની ગેંગનો હાથ હોવાનું સ્પષ્ટ કર્યું છે. સમગ્ર ઘટનાના વાયરલ વીડિયોના આધારે પોલીસે દરોડા પાડીને એક સગીર આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર પંકજ અને તેના અન્ય ફરાર સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!