Skip to main content

Geo Gujarat News

આમોદ: માંગરોલ નજીક ઇકો કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ, સદનસીબે જાનહાની ટળી

આમોદ તાલુકાના માંગરોલ ગામ નજીક ઇકો કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઇકો કારના ચાલકે અગમય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. અકસ્મિક રીતે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કાર રોડની બાજુમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. અકસ્મિક બનાવને પગલે થોડા સમય માટે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો અને કારમાં કેટલા લોકો સવાર હતા. તે અંગેની વધુ વિગતો હાલ સામે આવી નથી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!