Skip to main content

Geo Gujarat News

બેંક ઓફ બરોડામાં લોકલ બેંક ઓફિસરની 2,482 જગ્યાઓ પર ભરતી, જાણો અરજીની સંપૂર્ણ વિગતો..

બેંક ઓફ બરોડા દ્વારા લોકલ બેંક ઓફિસર (LBO)ની કુલ 2,482 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે આ ભરતી એક સારી તક બની શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 18 ઓગસ્ટ 2026થી 7 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા 21થી 30 વર્ષ રાખવામાં આવી છે. જોકે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ સહિતના અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. ભરતી પ્રક્રિયામાં નિર્ધારિત અન્ય લાયકાતો અને શરતો પણ લાગુ પડશે. લાયક ઉમેદવારોએ અરજી કરતા પહેલાં ભરતીની સત્તાવાર સૂચના ધ્યાનપૂર્વક વાંચી જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી પૂર્ણ કરવી રહેશે. 7 સપ્ટેમ્બર 2026 બાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં, તેથી ઉમેદવારોએ છેલ્લી ઘડીએ રાહ જોવાને બદલે સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!