Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનો હલ્લાબોલ, ગળામાં શાકભાજી-ખાંડના હાર પહેરી સરકાર વિરુદ્ધ વિરોધનું બ્યુગલ ફુંકાયું..

ભરૂચ શહેરમાં કુદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી અને અસહ્ય ભાવવધારા સામે મહિલા કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને આક્રમક મોરચો માંડવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ કમરતોડ મોંઘવારી સામે સરકાર વિરુદ્ધ ભારે નારેબાજી કરી આક્રોશ ઠાલવ્યો હતો. પ્રદર્શનને વધુ ધારદાર બનાવવા માટે મહિલાઓએ ગળામાં શાકભાજી, ડુંગળી, ખાંડ અને ગોળની થેલીઓના હાર પહેરીને અનોખી અને કડક શૈલીમાં વિરોધ નોંધાવ્યો હતો, જેનાથી સ્થળ પર ભારે ચકચાર મચી ગઈ હતી.જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીએ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રક્ષાબંધન અને ઈદ-એ-મિલાદ જેવા પવિત્ર તહેવારો ટાણે જ ખાદ્યતેલ, ગેસ સિલિન્ડર, પેટ્રોલ, શાકભાજી અને ખાંડ-ગોળ જેવી પ્રાથમિક જરૂરિયાતોના ભાવ આસમાને પહોંચાડી દેવાયા છે. તેમણે ગંભીર આરોપ મૂક્યો હતો કે આ અસહ્ય ભાવવધારાથી મધ્યમવર્ગીય અને ગરીબ ગૃહિણીઓનું ઘરચલાવવાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને સરકારે તહેવારોના સમયે જનતાને ‘દાઝ્યા પર ડામ’ આપવાનું કામ કર્યું છે. કોંગ્રેસે તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર તાત્કાલિક અંકુશ લાવવાની કડક માંગ કરી છે. વિરોધ પ્રદર્શનને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસે પાંચબત્તી વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત તૈનાત રાખ્યો હતો.

 

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!